AMCનું વર્ષ 2026-27 માટે 18518 કરોડનું સુધારા બજેટ મંજૂર, નિકોલમાં હોસ્પિટલ, 100 ગાર્ડનમાં યોગા સેન્ટર બનશે

by minaj
0 comments

 AMCનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.18518 કરોડનું જંગી બજેટ મંજૂર થયું છે. ડ્રાફ્ટ બજેટમાં રૂ.1500 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં વિવાદિત કતલખાનાની દરખાસ્ત પરત સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું હતું.આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું સુધારેલ બજેટ થયું રજૂ કરવામાં આવ્યું છે. રૂ.18518 કરોડનું જંગી બજેટ મંજૂર થયું છે. ડ્રાફ્ટ બજેટમાં રૂ.1500 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.આ બજેટની અંદર ખાસ કરીને ચાંદલોડિયા વોર્ડમાં TP 72 અને TP 233 પાસે ટ્રાફિક નિવારવા અંડરપાસ બનાવામાં આવશે. AMCના વિવિધ કમિટીના ચેરમેન અને ડેપ્યુટીના સ્પેશ્યલ બજેટમાં વધારો કરાયો છે. ચેરમેનના 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનને રૂ. 5 લાખના બજેટનો વધારો કરવામાં આવ્યો છે. નિકોલ વોર્ડમાં રૂ. 50 કરોડના ખર્ચે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ બનાવમાં આવશે. શહેરના હયાત તમામ સ્ટોર્મ વોટર અને ડ્રેનેજ નેટવર્કને રીહેબીટીલેશન કરવા રૂ.115 ની જોગવાઇ કરાઈ છે. છેલ્લા 3 વર્ષના એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારને હવે 10% ને બદલે 12% રિબેટનો લાભ મળશે. ઓનલાઇન ટેકસ ભરનારને 15% રિબેટ મળશે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં વર્લ્ડ પાર્ક થીમ બેઝ ગાર્ડન રૂ.10 કરોડના ખર્ચે બનાવામાં આવશે. YMCA ક્લબથી એસ.પી રિંગ રોડ જવાના રસ્તાને PPP મોડલથી ડેવલપ કરવામાં આવશે. AMCના 100 ગાર્ડનમાં યોગા સેન્ટર અને કોચિંગ ટ્રેનર બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં રૂ.5 કરોડના ખર્ચે બોનસાઇ ગાર્ડન બનશે. અમદાવાદના દરેક ઝોનમાં એક મહિલા જિમ બનવાનું આયોજન, AMC વિસ્તારમાં ડોગ શેલ્ટર બનાવાનું આયોજન કરવામાં આવ્યું છે.

You may also like

Leave a Comment