દેશને મળ્યો નવા ઉપરાષ્ટ્રપતિ: સી.પી. રાધાકૃષ્ણનએ સંભાળ્યો કાર્યભાર

by admin
0 comments

દેશને મળ્યો નવા ઉપરાષ્ટ્રપતિ: સી.પી. રાધાકૃષ્ણનએ સંભાળ્યો કાર્યભાર

નવી દિલ્હી: દેશના 15માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણનએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગુપ્તતાનો શપથ લેવડાવ્યા.

શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા. ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ સમારોહમાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે દેશભરના અનેક રાજકીય નેતાઓ દિલ્હી પહોંચી નવા ઉપરાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવી હતી.

You may also like

Leave a Comment