GST કાઉન્સિલ બેઠક : કર સ્લેબમાં મોટા ફેરફારની શક્યતા
નવી દિલ્હી, તા. ર:
૩-૪ સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી GST કાઉન્સિલ બેઠકમાં કર દર ઘટાડવા અને સ્લેબ તર્કસંગત બનાવવા મુદ્દે ચર્ચા થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યના નાણામંત્રીઓ તથા નાણા સચિવો સાથે ચર્ચા કરશે.
મુખ્ય મુદ્દાઓ:
૧૨% સ્લેબની મોટાભાગની વસ્તુઓને ૫% સ્લેબમાં લાવવાનો વિચાર.
૨૮% સ્લેબના ઉત્પાદનોને ૧૮% અથવા ૪૦% સ્લેબમાં ફેરવવાનો પ્રસ્તાવ.
હોટલ ભાડા પર GST ઘટાડો → મધ્યમ અને લક્ઝરી હોટલ બુકિંગમાં વધારો, પ્રવાસન ક્ષેત્રને રાહત.
વીમા સેવાઓ પર રાહત → જીવન, ટર્મ અને આરોગ્ય વીમા પર GST શૂન્ય કે ઓછું કરવાની ભલામણ.
કાર, ઘર અને થર્ડ-પાર્ટી મોટર વીમા પર હાલનું ૧૮% GST યથાવત રહેવાની સંભાવના.
હોટલોમાં રૂ. ૭,૫૦૦ સુધીના રૂમ ૧૨% અને વધુ ભાડાવાળા રૂમ ૧૮% સ્લેબમાં જાળવવાના મુદ્દે ચર્ચા.
હવાઈ મુસાફરીમાં ઇકોનોમી અને બિઝનેસ ક્લાસ માટે અલગ સ્લેબ અંગે વિવાદ.
એપાર્ટમેન્ટ જાળવણી ચાર્જ ઘટાડવાની માંગ પર પણ વિચારણા.
કેસિનો અને રેસ ક્લબ એન્ટ્રી ફી ૨૮% થી વધારીને ૪૦% કરવાની ચર્ચા.
📌 સરકારનો ઉદ્દેશ્ય:
ગ્રાહકોનો બોજ ઘટાડવો, પરંતુ આવક પર અસર પડવાની સંભાવના.

