ઓપરેશન સિંદૂરની સફળતા પર NDA સાંસદોએ PM મોદીનું કર્યુ સન્માન

by mahi
0 comments
NDA સંસદીય દળની બેઠકમાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન મહાદેવની સફળતા બાદ ‘હર હર મહાદેવ’ના નારા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું અને તાળીઓના ગડગડાટ સાથે અભિનંદન કરવામાં આવ્યું. આજે સંસદના ચોમાસુ સત્ર 2025નો 12મો દિવસ છે. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ. મહત્વપૂર્ણ છે કે, સોમવારે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીના 11મા દિવસે ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચાલી શકી ન્હોતી. બિહારમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવ્યૂ (SIR) પર બંને ગૃહોમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. શુક્રવારે પણ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ, વિરોધ પક્ષોએ પહેલા સંસદ ભવનની બહાર વિરોધ કર્યો. ત્યારબાદ ગૃહની અંદર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. આજે જોવાનું રહેશે કે ગૃહની કાર્યવાહી ચાલુ રહેશે કે અત્યારની જેમ સ્થગિત રહેશે.

You may also like

Leave a Comment