ભાવનગરમાં 60 વર્ષથી ચાલતો આ ઉદ્યોગ 20 હજારથી વધુ લોકોની રોજીરોટી બન્યો

by JAYENDRA UPADHYAY
0 comments

ભાવનગર શહેરમાં હીરા બાદનો બીજો ઉદ્યોગ પ્લાસ્ટિક ઉદ્યોગ છે, પરંતુ મંદીના વમળમાંથી ધીરે ધીરે ઉજળા દિવસો આવી રહ્યા છે. કારીગરોની અછત વચ્ચે વ્યવસાયકાર મૂંઝવણમાં પણ છે. 1965થી ચાલતા પ્લાસ્ટિક ઉદ્યોગમાં ફિશિંગ નેટની પણ અહમ ભૂમિકા છે. આખા ભારતમાં અને વિદેશમાં ચીઝ વસ્તુઓ જાય છે. ભાવનગર શહેરમાં રોજીરોટી આપતા અશિક્ષિત લોકો માટેનો હીરા ઉદ્યોગ પછીનો બીજો ઉદ્યોગ પ્લાસ્ટિક ઉદ્યોગ છે. કોરોનાકાળ પછી મંદ પડી ગયેલા પ્લાસ્ટિક ઉદ્યોગમાં થોડાક પ્રાણ પૂરાયા છે. પ્લાસ્ટિક ઉદ્યોગ ભાવનગરનો હીરા ઉદ્યોગની જેમ જૂનો ઉદ્યોગ છે. જેમાં હજારો લોકો રોજગારી મેળવી રહ્યા છે. જો કે આ પ્લાસ્ટિક ઉદ્યોગથી કેટલા લોકો રોજીરોટી મેળવે છે.ભાવનગરમાં પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ ભુપતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ભાવનગર પ્લાસ્ટિક ઉદ્યોગમાં પ્લાસ્ટિક મોનાફિલામેન્ટ યાન, દોરી દોરડા, ફિશિંગ નેટ, પાટી આ ટેક્સટાઇલ પ્રકારના લગતા ઉદ્યોગો મુખ્યત્વે રોફ વગેરે બને છે. આ ઉદ્યોગ 1965માં અસ્તિત્વમાં આવ્યો. હાલમાં અંદાજે 20 થી 25000 લોકોને આ ઉદ્યોગ રોજેરોટી આપે છે. ભાવનગરના પ્લાસ્ટિક દોરી દોરડા, પાટી, ફિશિંગ નેટ સમગ્ર ભારતમાં જાય છે, અને એક્સપોર્ટ વિદેશોમાં પણ કરવામાં આવી રહ્યો છે. ભુપતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, કોરોના કાળ બાદ જ્યારે આ ઉદ્યોગ શરૂ થયો તેથી લોકો પાસે માલ હતો. આથી લોકો ચાર થી છ મહિના સુધી ચલાવી શક્યા હતા, પરંતુ ત્યારબાદ પછીના એક થી દોઢ વર્ષ મંદિમાંથી પસાર થયો હતો. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા કામદારો માટે ધીમુ ધીમુ પણ કામ ચાલુ રાખવામાં આવ્યું હતું. ભાવનગરમાં મોટા 250 જેટલા મોના ફિલામેન્ટ પ્લાન્ટ છે. આ સાથે લોકો પોતાના ઘરે યાન લઈ જઈને જાતે દોરી દોરડા, પાટી, બનાવી આપે છે એટલે કે ગૃહ ઉદ્યોગની જેમ કામ ભાવનગર શહેરના આનંદનગર, બંદર રોડ, કુંભારવાડા વગેરે જેવા વિસ્તારમાં ઘરે ઘરે પણ થઈ રહ્યા છે. ભુપતભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, હાલમાં ધીમે ધીમે પ્લાસ્ટિક ઉદ્યોગનું વાતાવરણ સુધરી ગયું છે. કાચો માલ પણ ભાવનગરમાંથી ઉપલબ્ધ થઈ જાય છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જતો હોય છે. આ સાથે સરકારે જે BISનો નિયમ બનાવ્યો છે. જેમાં સ્ટાન્ડર્ડ માલ બનાવવાનો હોય છે, પરંતુ માંગ લોકોની હલકા પ્રકારના ચીજોની હોવાથી બજાર ઉપર સીધી અસર થઈ રહી છે. રોફ માટે તકલીફ ઊભી કરે તેવું છે. ચીન સામે હરીફાઈમાં રહેવું મુશ્કેલ બની જશે. આગામી સમયમાં રોફના ઉદ્યોગ ઉપર તેની અસર જોવા મળે મળી શકે છે.કુંભારવાડામાં નાનું ફેક્ટર ચલાવતા ચિરાગભાઈ આચાર્ય જણાવ્યું હતું કે, પ્લાસ્ટિક લાઈન 1965થી શરૂ છે. આઉટપુટ એટલું હોય છે કે તમે માલ સપ્લાય કરી શકો છો પણ કારીગરની માથાકૂટ રહે છે. મારે પહેલા પ્લાન્ટ હતો પછી મેં કાઢી નાખ્યો અને કાપડનો પ્લાન્ટ શરૂ કર્યો પાટીનો પણ પોઝિશન એવી છે કે ઉધાર 50000 થી 1 લાખ આપવા છતાં કારીગર કામ કરવા આવતા નથી. આથી આઉટ સોર્સથી મારે કામ કરવું પડી રહ્યું છે. કુંભારવાડામાં આનંદનગર જેવા વિસ્તારોમાં પણ ઘરે ઘરે કામ થાય છે, પરંતુ કારીગર મળતા નથી.

You may also like

Leave a Comment