અમદાવાદ શહેરના પીરાણા ડમ્પિંગ સાઈડની કાયાપલટ કરવામાં અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યું છે. પીરાણાની 700 હેક્ટર જગ્યા પર પાર્ક ઉભા કરવામાં આવશે. મિથેન ગેસ પ્રોડક્શન બાયોડાઇવર્સિટી પાર્ક ત્યાં બનાવવામાં આવશે. રોડ પાણી ડ્રેનેજ ગાર્ડનની સુવિધા ઉભી કરવામાં આવશે અને કચરાથી બનતી વસ્તુઓ માટે ગાર્ડન સેન્ટર પર બનાવવામાં આવશે. આ અંગે અમિત પટેલ, એડી. એન્જિનિયર મધ્ય ઝોનએ જણાવ્યું હતું કે, “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પીરાણા અને ગ્યાસપુરની 700 હેક્ટરની જમીન પર વેસ્ટ ટુ વન્ડરની થીમ આધારિત માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવેલ છે. આ પ્લાન આખા ભારતમાં એક યુનિક પ્રકારનો પ્લાન હશે. પ્રથમ વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ અંગે પહેલ કરી રહી છે. વેસ્ટ ટુ વન્ડરથી આધારિત ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં પીરાણા અને ગ્યાસપુરનું 700 હેક્ટરની જમીન પર હેફા ઝાર્ડ મિરર અત્યારે ડેવલપ થઈ રહ્યું છે. તેને વ્યવસ્થિત ગ્રીન પેટર્નમાં ડિઝાઇન કરીને રોડ-રસ્તા, પાણીની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. બીજા તબક્કામાં વેસ્ટ ટુ વન્ડર થીમ આધારિત એક ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, અમદાવાદમાં હાલમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રથમ નંબર મળ્યું છે ત્યારે સમગ્ર દેશની નજર અમદાવાદ સીટી પર છે. ભવિષ્યમાં કોઈપણ વિઝીટર આવશે તો તેના માટે એક ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા તબક્કામાં ડમ્પિંગ નિકાલ કચરામાંથી બનતી અલગ અલગ વસ્તુઓ સહિતની જાણકારી માટે ગાર્ડન સેન્ટર ઊભું કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં વેસ્ટ ટુ વન્ડરમાં પીરાના ડમ્પીંગ સાઈડના લેવલ ઓછા કરવાની કામગીરી ચાલી રહી છે. બે વર્ષમાં આ કામ પૂરું કરવામાં આવશે અને ત્યાં મિથેન પ્રોડક્શન, બાયોડાયવર્સિટી પાર્ક અને તેને કેપીન કરીને ગાર્ડનિંગ કરવામાં આવશે.
23

