આજના મોબાઈલ અને ઇન્ટરનેટ યુગમાં દરેકના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે, અને રિલ્સ-શોર્ટ્સનો ક્રેઝ ચરમસીમા પર છે. ત્યારે અમદાવાદની લાયબ્રેરીમાં અનોખા અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળી રહ્યા છે. અમદાવાદની લાયબ્રેરીમાં વાચકોની સંખ્યા વધી રહી છે. અમદાવાદની બે લાઇબ્રેરી એમ. જે. લાઇબ્રેરી અને ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરી આજે પણ વાંચકોને જ્ઞાન પીરસી રહી છે. જાણીએ વિગતવાર. ઐતિહાસિક દાંડીકૂચના પ્રારંભે મહાત્મા ગાંધીએ આશ્રમના પુસ્તકો થકી સાર્વજનિક પુસ્તકાલયની રચનાનો વિચાર પ્રદર્શિત કર્યો. જે 27 જુલાઈ, 1933 ના રોજ ફ્રી પ્રેસ જર્નલમાં પ્રગટ થતાં બીજા જ દિવસે રસિકલાલ માણેકલાલ તરફથી રૂ. 55,000 ની સખાવત ગ્રંથાલય ભવનના નિર્માણ માટે મળી. જે બાદ તેઓના પિતાની સ્મૃતિમાં “માણેકલાલ જેઠાભાઈ પુસ્તકાલય” અસ્તિત્વમાં આવ્યું.બાદમાં 15 એપ્રિલ, 1938 ના રોજ આ પુસ્તકાલય ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે જાહેર જનતાના લાભાર્થે ખુલ્લું મુકાયું. જેને લોકો હુલામણા નામથી એમ.જે.લાયબ્રેરી કહે છે.આ ગ્રંથાલયમાં અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, બંગાળી, મરાઠી, સિંધી, સંસ્કૃત, ઉર્દૂ અને ફ્રેન્ચ સહિતની ભાષામાં વ્યાપક અને અલગ-અલગ 8,11,093 પુસ્તકોનો સંગ્રહ છે. જેમાં કાલ્પનિક નવલકથાથી માંડીને કાલ્પનિક કથા, કઇસીસ મિક્સથી સામયિક, જીવનચરિત્રની શૈક્ષણિક પુસ્તકો અને અન્ય વિવિધ શૈલીનો સમાવેશ થાય છે.શૈક્ષણિક વિભાગમાં જ્ કૅરેફુલી નકોશો, બ્રિટાનિકાકસ અને ઇતિહાસ, વિજન, અર્થશાસ્ત્ર અને ગણિત જેવા વિષયો પરના પુસ્તકો સહિત, કાળજીપૂર્વક સંકળાયેલ માહિતી પુસ્તકોનો સમાવેશ થાય છે. 225 માસિક, સાપ્તાહિક અને પખવાડિયાના સામયિકો અને જુદી જુદી ભાષાઓમાં 30 દૈનિક અખબારો સાથે પુસ્તકાલયમાં સમાવેશ થાય છે.વર્ષ 1920 માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના સાથે એક પુસ્તકાલય પણ શરુ કરવામાં આવ્યું. આ પુસ્તકાલય ગુજરાતના પુસ્તકો, જર્નલો, હસ્તપ્રતો અને અન્ય બિન-મુદ્રિત સંસાધનોના સૌથી વ્યાપક ભંડારમાંના એક તરીકે વિકસિત થયું છે. શૈક્ષણિક અને જાહેર પુસ્તકાલય બંનેની બેવડી ભૂમિકા ભજવતા, તે જાહેર જનતાને નજીવી ફી પર સભ્યપદ પ્રદાન કરે છે.એક શૈક્ષણિક અને જાહેર પુસ્તકાલય બંને તરીકે તેના મિશનને પૂર્ણ કરે છે. તેના વિશાળ સંસાધનો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સાહિત્ય, સામાજિક કાર્ય, સમાજશાસ્ત્ર, શિક્ષણ, શારીરિક શિક્ષણ, પુસ્તકાલય વિજ્ઞાન, ગાંધીવાદી સાહિત્ય, સૂક્ષ્મ જીવવિજ્ઞાન વગેરે સહિત વિવિધ વિષયોનો સમાવેશ કરે છે.
106

