ભુજ શહેરમાં ભારે વાહનોની અવરજવર વચ્ચે ટ્રાફીક સતત રહે છે અને છાસવારે અકસ્માતો થતા હોય છે ત્યારે આજે સવારે ભુજના હીલગાર્ડન રોડ પર થયેલા એક વિચિત્ર અકસ્માતે સૌનું ધ્યાન ખેંચ્યુ હતુ.આજે સવારે ભુજના હીલગાર્ડને રોડ પર એક પુરપાટ જતી ક્રેટા ગાડી ફુટપાથ ડીવાઇડર કુદાવીને ઝાડ પર ચડી ગઇ હતી.આ વિચિત્ર અકસ્માતને જોવા માટે મોટીસંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.હુંડાઇની ક્રેટા ગાડીનં.જી જે 07ડીડી 4555 આજે સવારે હીલગાર્ડન રોડ પર બેકાબુ બની હતી.અને ક્રોસીંગના ડીવાઇડર પર ચડીને ચાડ સાથે ટકરાઇ હતી.આ અકસ્માતમાં ક્રેટા ગાડી ઝાડપર ચડી ગઇ હતી.