પ્રતિનીધી દ્વારા
ગાંધીનગર
ગાંધીનગર ના સેક્ટર-7 પોલીસ સ્ટેશન વિસ્તારના વાવોલ ગામે આવેલ શિવેશ-195ના ફ્લેટના પાર્કીંગમાં પાર્ક કરેલ મેટાલીક સીલ્વર કલરની ઇક્કો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશીદારુની મોટી બોટલો તથા બિયરના ટીન નંગ-158 કીંમત રુપીયા 51,460 તથા ઇક્કો ગાડી કીંમત રુપીયા 1,00,000નો મળીને કુલ રુ.1,51,460નો મુદામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ-1 ગાંધીનગરએ કબ્જે કરેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળાએ એલસીબીના માણસોની અલગ અલગ ટીમો બનાવીને પ્રોહી-જુગારની પ્રવૃતી શોઘી કાઢી અસરકારક કામગીરી કરવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ જેના અનુસંધાને પીએસઆઇ જે.જે.ગઢવીની ટીમના માણસો સાથે એલસીબી-1 ખાતે હાજ હતા ત્યારે એએસઆઇ ભવાનસિંહ પૃથ્વી સિંહ તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ મિતલબા કાંતીલાલને સંયુક્ત રીતે મળેલી ચોક્કસ હકીકતના આધારે પોલીસે શિવેશ-195 ફ્લેટ, વાવોલ ગામ, તા.જી.ગાંધીનગર ખાતેના પાર્કીંગમાં પાર્ક કરેલ ઇક્કો ગાડીનં. જીજે23 એએન 0136 માંથી ભારતીય બનાવટની વિદેશી દારુની બોટલો તથા બીયર ટીન મળી કુલ નંગ-158 કીંમત રુપીયા 51,460 તથા ઇક્કો ગાડીની કીંમત 1,00,000 મળી કુલ રુપીયા 1,51,460નો મુદામાલ કબ્જે કરેલ છે.આરોપી ધર્મપાલસિંહ જયદિપસિંહ સોલંકી ફરાર છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી.વાળા, પીએસઆઇ જે.જે.ગઢવી, એ.એસ.આઇ. ભવાનસિંહ પૃથ્વીસિંહ, અ.હે.કો.કીરપાલસિંહ વનરાજસિંહ, આ.પો.કો. રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ, આ.પો.કો. મનીષસિંહ બીપીનસિંહ જોડાયા હતા.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …