Breaking News

સૂરજબારી ટોલ પ્લાઝા બંધ કરવા કેન્દ્રિયમંત્રીશ્રી માર્ગ અને પરિવહન વિભાગ સમક્ષ રજુઆત

રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ માન.નિતિનભાઈ ગડકરી માન.માર્ગ અને પરિવહન મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત કરછ કલેક્ટરશ્રી સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ કે વર્ષ ૨૦૨૨માં સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ૬૦ કિ.મી ના અંતરમાં એકજ ટોલ નાકું હશે જો બે ટોલનાકા હશે તો આગામી ત્રણ મહિનામાં દૂર કરવામાં આવશે પરંતુ ભચાઉ તાલુકાના સૂરજબારી ટોલ નાકા ની વાત કરું તો સદર ટોલનાકુ નેશલ હાઇવે પર છે અને તેજ નેશનલ હાઇવે પર માત્ર ૩૨ કી.મી ના અંતરમાં છે.જેથી કરછના વાહન ચાલકોને નેશનલ હાઇવે પર ટૂંકા અંતરમાં જ બે બે ટોલ પ્લાઝા આવતા હોવાથી બે બે વખત ટોલ ચૂકવવાની ફરજ પડી રહી છે જે પ્રવાસીઓ ને આર્થિક ભારણ સહન કરવો પડી રહ્યો હોઈ માટે સૂરજબારી ટોલ પ્લાઝા બંધ કરવા  કેન્દ્રિયમંત્રીશ્રી સમક્ષ માંગ કરી હતી  

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજમાં પોલીસને કોમ્બીંગ દરમ્યાન સ્કોર્પીઓમાંથી હથીયારો સાથે સોનાચાંદીના દાગીના મળ્યા

રાજ્યના પોલીસવડાએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા તમામ પોલીસ મથકોને 100 કલાકમાં યાદી તૈયાર કરી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?