ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને આજે એટલે કે 31 માર્ચે દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોતે તેમને આ સન્માન આપવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ પ્રસંગે PM મોદીની સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ પણ હાજર હતા. નોંધનીય છે કે,ગઈકાલે જ 30 જાન્યુઆરીએ પસંદ કરાયેલ લોકોને રાષ્ટ્રપતિ નિવાસ પર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. પરંતુ અડવાણી ખરાબ તબિયતના કારણે રાષ્ટ્રપતિ ભવન પહોંચી શક્યા ન હતા.રાષ્ટ્રપતિ ભવનમાં ગઈકાલે આયોજિત ભારત રત્ન એવોર્ડ સમારોહમાં કર્પૂરી ઠાકુર, એમએસ સ્વામીનાથન, ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે આ પહેલા પણ અડવાણીને તેમના યોગદાન બદલ 2015માં દેશના બીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે સમયે અડવાણી 90 વર્ષના હતા અને બીમાર હતા જેના કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પોતે તેમનું સન્માન કરવા તેમના ઘરે ગયા હતા.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …