ભુજની પોસ્ટઓફીસમાંથી રોકડ લઇને બહાર આવતા શખ્સ પાસેથી જાહેરમાં પૈસા ઝુંટવીને ભાગવા જતા યુવાનોને લોકોએ પકડીને પોલીસને હવાલે કરેલ છે.આજે બપોરના સમયે બનેલા બનાવ અંગે મળતી માહીતી મુજબ આજે બપોરે વીડી હાઇસ્કુલ પાસે પોસ્ટઓફીસમાંથી રોકડ રકમ લઇને નિકળી રહેલા જીગીશ રાસ્તેને પોસ્ટઓફીસની બહાર ચાર જેટલા યુવકોએ અટકાવીને તેમની પાસેથી પૈસા ઝુંટવીને નાશવા ગયેલ ત્યારે જીગીશભાઇએ તેમનો પીછો કરીને આ શખ્સો પૈકી એકને પકડી પડાતા તેમજ અન્ય રાહદારીઓએ પણ અન્ય યુવાનોને પકડી પાડેલ હતા.આ બનાવમાં લુટેલા પૈસા રીક્ષામાં ફેંકીને નાશી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જીગીશભાઇએ જણાવ્યુ હતું પણ રિક્ષાચાલકની સમયસુચકતાથી આ પૈસા તેમને પરત મળ્યા હતા.ઝડપાયેલા આ ચારેય યુવાનોને પોલીસને હવાલે કરવામાં આવેલ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …