આજથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂ.નો ભાવ વધારો

અમૂલ દૂધની વિવિધ વેરાઇટીઓમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. મહત્વનું છે કે, અમૂલે છ માસના ટુંકા ગાળામાં બીજી વખત ભાવવધારો કરતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. અમૂલની ગોલ્ડ, તાજા, શક્તિ, ટી સ્પેશિયલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ ટ્રીમ, એ ટુ ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાન્ડમાં પ્રતિલિટરે 2 રૂપિયાનો વધારો કરાયો છે.

અમૂલ દૂધમાં પ્રતિ લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આ ભાવવધારો અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, ખેડા-આણંદ, નર્મદા સહિતના સમગ્ર રાજ્યમાં લાગુ પડશે. આ સાથે આ ભાવવધારો આજ થી જ એટલે કે 1લી એપ્રિલથી જ લાગુ કરાયો છે.

About chanchal bhuj bhuj

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?