અમદાવાદ શહેરમાં13.50 કરોડનું 25 કિલો સોનું લઇ આરોપીઓ ફરાર થઇ ગયા છે. સોનું બસમાં મુંબઇ લઇ જવામાં આવતું હતુ, તે દરમિયાન આરોપીઓ ગાડીમાં આવ્યા હતા અને બસ રોકાવી હતી. આરોપીઓએ બસમાં ઘૂસીને સોનું લઇને ફરાર થઇ ગયા હતા. આ મામલે ક્રાઇમ બ્રાંચે પાંચ આરોપીઓની તપાસ હાથ ધરી છે.