ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં શિસ્ત ભંગ કર્યો હોય તેવી કુલ 71 ફરિયાદો મળી હતી. જેમાં સ્પષ્ટ રજૂઆત છે તેવા કુલ 38 કાર્યકર્તા-આગેવાનોને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે
સુરેન્દ્રનગર અને નર્મદાના જિલ્લા પ્રમુખને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાજપૂત અને નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેશ વાળંદને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પી.ડી. વસાવાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તી બદલ પૂર્વ ધારાસભ્ય પી.ડી વસાવા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.