કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવનારાઓને નવા વર્ષની ભેટ આપી છે. પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવવા પર હવે તમને પહેલા કરતા વધારે વ્યાજ મળશે. આ સાથે, સરકારે NSC અને વરિષ્ઠ નાગરિક બચત યોજના સહિતની નાની બચત થાપણ યોજનાઓ પર પણ વ્યાજ દરમાં વધારો કર્યો છે. આ યોજનાઓના વ્યાજદરમાં હવે 1.1 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 1 જાન્યુઆરીથી લાગુ થશે. સરકારનો આ વધારો વ્યાજદરમાં તાજેતરમાં કરાયેલા વધારાને અનુરૂપ છે. જોકે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને ગર્લ ચાઈલ્ડ સેવિંગ્સ સ્કીમ ‘સુકન્યા સમૃદ્ધિ’ના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) પર 1 જાન્યુઆરીથી સાત ટકાના દરે વ્યાજ મળશે. હવે તે 6.8 ટકા છે. એ જ રીતે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર હાલના 7.6 ટકાની સામે આઠ ટકા વ્યાજ મળશે.
પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર એકથી પાંચ વર્ષના સમયગાળા માટેના વ્યાજ દરમાં 1.1 ટકાનો વધારો થશે. માસિક આવક યોજનામાં 6.7 ટકાના બદલે હવે 7.1 ટકા વ્યાજ મળશે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …