Breaking News

કોરોનાની નેઝલ વેક્સીનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો ક્યાંથી મેળવી શકાશે

દુનિયાભરમાં વધતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સીનને મંજૂરી આપી દીધી છે. આ રસી બુસ્ટર ડોઝ તરીકે લઈ શકાશે. નેઝલ વેક્સીન શરૂઆતમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં મળી શકશે.  આ અગાઉ DCGI એ ભારત બાયોટેકની ઈન્ટ્રા નેઝલ કોવિડ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ રસી નાક દ્વારા સ્પ્રે કરીને આપવામાં આવે છે. એટલે કે હાથ પર રસી અપાતી નથી. DCGI એ ઈન્ટ્રા નેઝલ કોવિડ રસીને 18 વર્ષથી ઉપરની વયના લોકો માટે મંજૂરી આપી છે. ભારત બાયોટેકની આ રસીનું નામ BBV154  છે.

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે નેઝળ વેક્સીનનું 4 હજાર વોલેન્ટિયર્સ પર ક્લીનિકલ ટ્રાયલ કરેલું છે. જેમાં કોઈના ઉપર કોઈ જ પ્રકારની સાઈડ ઈફેક્ટ જોવા મળી નથી. ઓગસ્ટ મહિનામાં ત્રીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલ બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે BBV154  રસી ઉપયોગ માટે સુરક્ષિત છે. BBV154  અંગે ભારત બાયોટેકે જણાવ્યું કે આ રસીને નાક દ્વારા આપવામાં આવે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે આ રસી સસ્તી છે જે ઓછા અને મધ્યમ આવકવાળા દેશો માટે યોગ્ય રહેશે. એવું કહેવાયું છે કે આ રસી ઈન્ફેક્શન અને સંક્રમણને ઓછું કરશે.

About JAYENDRA UPADHYAY

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »