પાંચ દેશોમાં કોરોનાએ ફરી માઝા મૂકતા ભારતમાં પણ સરકારે અતિ એલર્ટ થઈ છે અને દેશમાં કોરોના ન ફેલાય તે માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે, તે માટે નવી ગાઈડલાઈન્સ જારી કરવામાં આવી છે અને હવે આ દિશામાં બીજો એક મોટો નિર્ણય લેવાયો છે.
ચીનથી આવતા મુસાફરોનો કોરોના ટેસ્ટ
સૂત્રના જણાવ્યા પ્રમાણે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ચીનથી આવતા મુસાફરો પર કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી છે. આરોગ્ય મંત્રાલયના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે આજથી દેશના એરપોર્ટ પર કોવિદ-19 માટે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ થઈ ગયા છે.
દેશમાં હાલ કોરોનાના 10 અલગ અલગ વેરિયન્ટ
દેશમાં હાલ કોરોનાના 10 અલગ અલગ વેરિયન્ટ છે, સૌથી નવો વેરિયન્ટ બીએફ.7 છે. હાલ દેશમાં ઓમિક્રોનના અલગ-અલગ વેરિયંટ ફેલાઈ રહ્યા છે. આજે પણ દેશમાં ક્યાંકને ક્યાંક ડેલ્ટા વેરિયન્ટ જોવા મળી રહ્યો છે. સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડીને લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે.