ભરૂચના ઇખર ગામના રહેવાસી અને પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલનાં 2 બેંક ખાતાં સીઝ કરવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશના નોઇડાની બિલ્ડર કંપનીમાં મુનાફ પટેલ ડિરેક્ટર હતો. તે કંપનીએ રોકાણકારોના પૈસા પરત કર્યા ન હોવાથી કંપની સામે ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે મુનાફનાં બેંક ખાતાઓ સીઝ કરી 52 લાખની વસૂલાત કરાઈ છે.
ઉત્તર પ્રદેશ યુપી રેરા દ્વારા અપાયેલા વસૂલ પ્રમાણપત્રના આધાર પર ગૌતમ બુદ્ધ નગર જિલ્લા પ્રશાસને ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલ સામે કાર્યવાહી કરી છે. મુનાફ પટેલ બિલ્ડર કંપની નિવાસ પ્રમૉટર્સ કંપનીમાં ડિરેક્ટર છે. યુપી રેરાએ મુનાફ પટેલની કંપની દ્વારા રોકાણકારોની રકમ પાછી ન આપવાના આરોપમાં કાર્યવાહી કરી છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …