સુરતના માંડવી ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજી હળપતિ આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. તેમણે ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓનો ઉધડો લઈ લીધો હતો.
તેમણે અનિયમિત હાજરી, ફરજમાં બેદરકારી દાખવનારા અધિકારીઓને ખખડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તલાટી કમ મંત્રીઓને ખાસ જણાવવામાં આવે છે કે જેઓ જાતીના દાખલામાં ભૂલો કરે છે, આદિવાસીના ખોટા પ્રમાણપત્રો બનાવનારાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવશે. આ સાથે જ તેમણે આજની બેઠકમાં વિવિધ પડતર પ્રશ્નોના તાત્કાલિક નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે તેમણે એક અધિકારીને તાત્કાલિક છૂટા કરવાનો આદેશ આપ્યો હતો. આ અધિકારીએ વિધાનસભાની ચૂંટણી લડી હતી.
