ભુજમાં મટનશોપ ચલાવતા 25 વર્ષીય યુવકને આદીપુરની યુવતી મારફતે પ્રેમ જાળમાં ફસાવીને પાંચ જણે કાવતરુ ઘડીને નકલી પતિ અને નકલી પોલીસ બનીને 21 લાખ રુપીયા પડાવી લીધા હોવાનો બનાવ બહાર આવવા પામેલ છે.17-11-2024થી 25-2-2025 દરમ્યાન આ બનાવ અંગે ભુજ એ ડીવીઝન પોલીસે આદીપુરની યુવતી સહીત પાંચ લાકો સામે ગુનો દાખલ કરેલ છે.આજે આ અંગે કચ્છ જીલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સુંડાએ પત્રકાર પરીષદ યોજીને માહીતી આપી હતી.જેમાં પાંચ શખ્સો દ્વારા ભેગા મળીને પ્રેમજાળમાં ફસાવીને રુપીયા પડાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ હોવાનું જણાવવામાં આવેલ છે.
