ભચાઉ નગરપાલીકાની ચુંટણી માટે આજે ઉમેદવારીપત્રો ચકાસવાની પ્રક્રીયા પુર્ણ થયેલ છે.જેમાં કુલ 21 જેટલી બેઠકો બિનહરીફ થતા ફરીએક વખત ભચાઉનગરપાલીકામાં ભાજપનું શાશન કાયમ થશે.ખાસકરીને ભચાઉ નગરપાલીકામાં કુલ 61 ફોર્મ ભરાયા હતા જે પૈકી ફોર્મ ચકાસણી દરમ્યાન 48 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.ત્યારે ભાજપ 21 બેઠક પર બિનહરીફ થઇ હતી.આજે નગરપાલીકાના ચુંટણી અધીકારી અને નાયબ કલેક્ટર અને ચીફ ઓફીસરની આગેવાનીમાં અધીકારીઓી ટીમે આ કામગીરી પુર્ણ કરી હતી.ભચાઉ નગરપાલીકામાં કુલ 7 વોર્ડ છે અને 28 બેઠક છે. આવતીકાલે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છે.
