Breaking News

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને માધાપરની એમ.એસ.વી હાઈસ્કૂલ ખાતે “એક પેડ મા કે નામ” કાર્યક્રમ યોજાયો

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને દિશાનિર્દેશ અનુસાર આજરોજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે આવેલા સર્વોદય રમત ગમત સંકુલમાં “એક પેડ મા કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા આયોજિત આ વૃક્ષારોપણના કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, બાયોડાયવર્સિટી પૃથ્વી માટે ખૂબ જ જરૂરી છે. કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને કચ્છની બાયોડાયવર્સિટી માહિતી આપીને તેનું સંરક્ષણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કચ્છની જૈવ વિવિધતાનો વારસો જાળવવા માટે કચ્છના દરેક લોકોએ સહયોગ આપવા તેમજ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવા સંદેશ જિલ્લા કલેક્ટરશ્રીએ પાઠવ્યો હતો.


આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ પ્રમુખશ્રીમતિ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, વૃક્ષોથી આપણા ઓક્સિજનની જરૂરિયાત પૂર્ણ થાય છે. આપણે વૃક્ષોનું મહત્વ સમજીને વધુને વધુ વૃક્ષારોપણ કરીએ તે ખૂબ જ જરૂરી છે. “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત રમત ગમત સંકુલ – માધાપર ખાતે આયોજિત કાર્યક્રમમાં વન વિભાગના સહયોગથી અર્બન ફોરેસ્ટ મોડેલથી ૨ હજાર રોપાઓના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ સહિત ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓ દ્વારા ૩૫૦થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વનવિભાગ દ્વારા ૦૧ હજારથી વધારે રોપાઓનું વિતરણ કરીને લોકોને વૃક્ષો વાવવા પ્રેરણા આપવામાં આવી હતી.
કચ્છ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ એક પેડ મા કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કુલ ૬૩૬૮ રોપાઓનું વાવેતર અને ૨૧૦૦ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો, અધિકારીશ્રીઓ, ગ્રામજનોને સાથે રાખીને વિવિધ સ્થળોએ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
માધાપર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભુજ તાલુકા પંચાયતના સભ્યશ્રી તુષારીબેન વેકરીયા અને લક્ષ્મીબેન ઝરૂ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક સર્વેશ્રી યુવરાજસિંહ ઝાલા, શ્રી ગોવિંદસિંહ સરવૈયા, શ્રી બી.એમ.પટેલ, રમતગમત અધિકારીશ્રી જ્યોતિબેન ઠાકુર, એનડીઆરએફના ઈન્સ્પેક્ટરશ્રી સત્યનારાયણ પારેખ, માધાપરના ગ્રામજનો, એમ.એસ.વી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સહિત વન વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો તેમ સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષકશ્રી હરેશ મકવાણા દ્વારા જણાવાયું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કોટડા-ચકારના આંગણવાડીનો નવતર પ્રયોગ : કઠપુતળીના નાટક દ્વારા પોષણ અંગે જનજાગૃતિનો પ્રયાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?