અમદાવાદનાં રેસીડેન્ટ તબીબો હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી છે. પાંચ વર્ષે થતો સ્ટાઈપેન્ડર વધારો 40 ટકાનાં બદલે 20 ટકા થતા તબીબો નારાજ થયા હતા. જેથી અમદાવાદની બી.જે.મેડીકલ સહિત રાજ્યનાં કુલ 8 હજાર જેટલા તબીબો આવતીકાલે હડતાળ પર ઉતરશે.આ બાબતે જુનિયર ડોકટર એસોસીએશનનાં વાઈસ પ્રેસિડેન્ટ શશાંક આસરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને અનેક રજૂઆત કરી હોવા છતાં અમારી માંગ પૂરી થઈ નથી. તેમજ દર ત્રણ વર્ષે થતું સ્ટાઈપેન્ડ પાંચ વર્ષે આપ્યું છે. એમાં પણ 20 ટકા ઓછું આપ્યું છે. જ્યાં સુધી અમારી માંગ નહી સ્વીકારે ત્યાં સુધી અમારી હડતાળ ચાલુ રહેશે. અમારો આશય દર્દીઓને હાલાકી પડે તે નથી હોતો. પરંતું સરકાર સ્ટાઈપેન્ડ યોગ્ય ન આપીને અમારી સાથે અન્યાય કરે છે. હડતાળ પર ઉતરીશું. ઓપીડી અને ઈમરજન્સી સેવાથી અળગા રહીશું.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …