કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં વાણીયાવાડ કન્યાશાળામાં ‘ નારી વંદન ઉત્સવ’ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હેલ્થ વિભાગના વિનોદ ઠક્કરએ દીકરો દીકરી એક સમાન છે અને દીકરીઓ પણ હવે બધા જ ક્ષેત્રોમાં આગળ આવી રહી છે તેમ જણાવ્યું હતું. શ્રી ઈસ્માઈલ સમાએ બાલિકાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. શાળાની ૧૨૦ જેટલી બાલિકાઓ બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય શિક્ષણ, સોશિયલ બિહેવિયર ચેન્જ અંગે ચર્ચા કરવામાં આવી હતી. એડોલેસન કાઉન્સિલર કાનજીભાઈએ ઉપસ્થિત રહીને બાલિકાઓને માર્ગદર્શન આપ્યું હતું. શહેરી આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કુંજલબેન સહિત મલ્ટિ પ્રર્પઝ વર્કર બહેનોએ હાજર રહીને બાલિકાઓને આરોગ્ય અંગે સમજણ પુરી પાડી હતી. શાળાના આચાર્યશ્રી મયુર ભાનુશાલી અને આરતી જોષી તેમજ મહિલા શિક્ષકોએ વિદ્યાર્થિનીઓને ઉચ્ચ શિક્ષણ મેળવીને જીવનમાં પોતાના લક્ષ્યાંકો હાંસલ કરવા પ્રેરણા આપી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …