દ્વારકાના દરિયામાંથી મોડી રાત્રે અંદાજે રૂપિયા 16 કરોડની કિંમતનો બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. વરવાળાના ઝવેર નગર વિસ્તાર નજીક દરિયા કિનારેથી બિન વારસી હાલતમાં અંદાજે 30 જેટલા ડ્રગ્સના પેકેટ મળી આવ્યો છે. જે SOG અને LCB કબજે કર્યો છે. વિગતો મુજબ આ જથ્થો 32.053 કિલો હોવાની વિગતો છે.
ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યું કે, ડ્રગ્સ પકડીને યુવાનોની જિંદગી બચાવવા ગુજરાત પોલીસ કટીબદ્ધ છે ! ગુજરાત પોલીસ દ્વારા દ્વારકાના વરવાળા ગામના દરિયાકિનારેથી બાતમીના આધારે 16 કરોડ રૂપિયાની કિંમત ધરાવતા 30 પેકેટમાં 32 કિલો ચરસ સાથે ડ્રગ્સ માફિયાઓને ઝડપીને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ સંકળાયેલા વધુ ડ્રગ્સ માફીયાઓને પકડવાની તજવીજ ચાલુ છે. નશામુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી સરાહનીય છે.