તારીખ 23 એપ્રિલ 2024ના રોજ અમદાવાદ શહેર વિસ્તારમાં રહેતા ફરીયાદીએ જણાવ્યુ કે અજાણ્યા વ્યક્તિઓએ ફોન કરી મુંબઇ પોલીસ સાયબર ક્રાઇમબ્રાંચના જુદા જુદા ઉચ્ચ પોલીસ અધિકારી બોલતા હોવાની ઓળખ આપી હતી. અને ફરીયાદીના આધાર કાર્ડનો ઉપયોગ કરી મુંબઇનો મહંમદ ઇકબાલ 24 જેટલા બેંક ખાતા ખોલી તેમાં ઇલલીગલ ટ્રાન્જેકશન કરતો હતો.જે બેંક ખાતાઓમાં મનીલોન્ડરીંગ, ડ્રગ ડીલીંગ, સ્મગલિંગના પૈસા આવેલ હતા. તેનો તેમની સામે ચાર્જ લાગે તેમ હતો. પરંતુ આ ગુનામાં દસ વર્ષથી લઇ આજીવન કેદ સુધીની સજાની જોગવાઇ છે.અને જો તેઓ તપાસમાં સાથ સહકાર નહી આપે અને તેમના કહ્યા મુજબ નહી કરે તો તેઓને આ કેસમાં ફસાવી દેવાની અને પકડી એરેસ્ટ કરી લેશે તેવા પ્રકારની ધમકી આપતા હતા. બાદમાં Skype ઉપરથી મુંબઇ સાયબર સેલના ઉચ્ચઅધિકારીઓના નામે જુદી જુદી તારીખોએ વાતચીત કરાવી, બેંકોના બેલેન્સની માહિતી મેળવી તે પૈસા વેરીફીકેશન માટે મોકલી આપવા માટે બળજબીરીથી જણાવતા હતા.તેમજ ફરીયાદી જે પૈસા ભરશે. તે AML(એન્ટી મનીલોડંરીંગ) ડીપાર્ટમેન્ટ વેરીફાઇ કરીલે પછી તરત જ 15 મીનીટમાં પરત મળી જશે. તેવી ખોટી હકીકત જણાવી જુદી જુદી તારીખે કુલ એકત્રીસ લાખ પચીસ હજાર છસો સત્યાવીસ રૂપિયા બળજબરીથી ગંભીર ગુનામાં પકડી લેવાની ધમકી આપી હતી.જે પૈસા મેળવવા અને વિશ્વાસ કેળવવા તેઓએ મુંબઇ પોલીસના પોલીસ ઇન્સ્પેકટરના નામનુ બનાવટી આઇ.કાર્ડની તેમજ સી.બી.આઇનો લોગો લગાવેલુ અને આર.બી.આઇના સીક્કાવાળુ બનાવટી સર્ટી મોકલી પોલીસ અધિકારીની ખોટી ઓળખ આપી વાતચીત કરી ધાક ધમકી આપી વિશ્વાસ કેળવી છેતરપીંડી કરેલ હોવાની ફરીયાદ આવી હતી.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …