એક તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લા ના દરિયા કાંઠાના ગામો હાલની કાળઝાળ ગરમીમાં પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠયા છે. જિલ્લાના 41 ગામોમાં પીવાના પાણી નો વિકટ પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ગામમાં નર્મદા લાઈન અને અન્ય સ્ત્રોતો હોવા છતાં પરંતુ પાણી નથી. ત્યારે આ પાણીની મુશ્કેલી ને પહોંચી વળવા જિલ્લા તંત્ર દ્વારા 41 ગામો ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરાયું છે. ત્યારે આ ટેન્કર દ્વારા મળતું પાણી પણ જરૂરિયાત પ્રમાણે પૂરતું ના થતાં અનેક ગામોમાં તો આ ગરમી માં 8 થી 10 દિવસે પાણી મળતાં તંત્ર સમક્ષ પૂરતું પાણી આપવા ગ્રામજનોની ગુહાર લગાવી રહ્યા છે.ગીર સોમનાથ જીલ્લા નાં દરિયા કિનારે વસેલા ધામળેજ ગામના આપ જોઈ શકો છો કે બાળકો થી લઇ અને વૃધ્ધો આ ધમધોખતા તાપમાં પાણી ભરવા માટે મજબુર બન્યા છે.ગામમાં ઘરે ઘરે નળ છે પણ નળ માં ક્યારે પાણી આવશે તે નક્કી નથી અત્યાર સુધી આ ગામને મળતું નર્મદા યોજનાનું પાણી ઉનાળો આવતા જ તે પાણી માં મોટા પાયે કાપ પડતા જિલ્લા તંત્ર દ્વારા પાણી ની ઘટ ને પહોંચી વળવા જીલ્લાના 41 ગામો માં ટેન્કર દ્વારા પાણી વિતરણ શરૂ કરાયું છે. ત્યારે આ ટેન્કર દ્વારા મળતું પાણી પણ જરૂરિયાત પ્રમાણે પૂરતું ના થતાં અનેક ગામોમાં તો આ કાળઝાળ ગરમી માં 8 થી 10 દિવસે પાણી મળતાં તંત્ર સમક્ષ પૂરતું પાણી આપવા ગ્રામજનોની ગુહાર લગાવી રહ્યા છે.તો બીજી તરફ ટેન્કર ગામમાં આવતા વિતરણ કરવાના સંપ સુધી પહોંચે તે પૂર્વે જ લોકો રસ્તા માં ટેન્કર રોકી પાણી ભરવા મજબુર બન્યા છે. ગીર સોમનાથ જીલ્લા ના 41 ગામોમાં જોવા મળે છે.
Check Also
ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …