લોકસભા ચૂંટણી વચ્ચે રાહુલ ગાંધીને મંગળવારે રાંચીની MPMLA કોર્ટે મોટો ઝટકો આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવાના મામલમાં કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં રજૂ થવા માટે સમન્સ જારી કર્યું છે. આ કેસમાં સુનાવણી 11 જૂને હાથ ધરાશે, જેમાં રાહુલ ગાંધીને રજૂ થવા માટે કહેવામાં આવ્યું છે. રાંચી કોર્ટમાં BJP નેતા નવીન ઝાએ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
