ભુજ ફાયર સ્ટેશન આધુનિક વોટર રેસ્ક્યૂના સાધનથી વધુ સક્ષમ બન્યું, રેસ્ક્યુ ક્રાફ્ટ રિમોટથી ઓપરેટ થશેફાયર સ્ટેશન ખાતે મળેલા એચડીપીઈ બોટ, બોટ એન્જીન, અંડર વોટર સર્ચ એન્ડ રેસ્ક્યુ કેમેરા, લાઈફ જેકેટ, લાઈફ રીંગ, રોપ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ ક્રાફ્ટ, ટાવર લાઈટ, ટેન્ટ, સ્ટ્રેચર, વગેરે જેવા સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં ભુજના હમીરસર તળાવમાં એચડીપીઇ રેસ્ક્યુ બોટ, રેસ્ક્યુ ક્રાફટ અને ફ્લોટીંગ પંપનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રેસ્ક્યુ ક્રાફ્ટને રિમોટથી ઓપરેટ કરીને હમીરસર તળાવમાં નાખીને વ્યક્તિનું રેસ્ક્યુ કરીને ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.ફાયર ટિમ દ્વારા આ રેસ્ક્યુ બોટને તળાવમાં ફેરવીને તેની કાર્યક્ષમતાનું ટેસ્ટિંગ કરવા સાથે ફ્લોટિંગ પંપથી તળાવનું પાણી ફાયર વોટર ટેન્ડરમાં ભરાય છે કે કેમ તેનું પણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આગામી સમયમાં તમામ ફાયર સ્ટાફને રેસ્ક્યુના સાધનોની ટ્રેનીંગનું આયોજન કરવામાં આવશે. જેમાં અંડર વોટર સર્ચ અને રેસ્ક્યુ કેમેરા થકી કઈ રીતે ડૂબેલા વ્યક્તિને શોધીને બહાર કાઢી શકાય તેના વિશે પણ ફાયર સ્ટાફને મહીતગાર કરવામાં આવશે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …