ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે.
મુખ્ય ચૂંટણી કમિશનર દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ-કોન્ફરન્સ કરી છે. CEC રાજીવ કુમારે કહ્યું કે 7 તબક્કામાં ચૂંટણી યોજાશે, પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે.લોકસભાની સાથે જ 4 રાજ્ય – આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમની વિધાનસભા ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવી.ચૂંટણીપંચે લોકસભા અને ચાર વિધાનસભા ચૂંટણી માટે 3.4 લાખ કેન્દ્રીય દળોની માગણી કરી છે. આયોગ 97 કરોડ મતદારો માટે દેશભરમાં લગભગ 12.5 લાખ મતદાન મથકો બનાવી શકે છે.