વિશ્વ કેન્સર દિવસ:4 વર્ષમાં 1.27 લાખ ગુજરાતીઓએ કેન્સરને હરાવ્યું

દર વર્ષે 4 ફેબ્રુઆરીને કેન્સર અંગે જાગરુકતા ફેલાવવા ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઓળખવામાં આવે છે. 4 વર્ષમાં 1.27 લાખ ગુજરાતીઓએ કેન્સરને હરાવ્યો છે. કેન્સર સામે ડરવાના બદલે સારવાર, સાવચેતી જ સલામતી અપાવે છે. ગુજરાતમાં 2019થી 2022 દરમિયાન કેન્સરના 2.82 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી 55% એટલે કે 1.55 લાખથી વધુ દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આપેલી માહિતી મુજબ દેશમાં 2013થી 2022 દરમિયાન કેન્સરના 72 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.જ્યારે દરમિયાન ગુજરાતમાં 3.59 લાખ દર્દી મોતને ભેટ્યા છે. આ વર્ષે કેન્સર દિવસની થીમ, ‘ક્લોઝ ધ ગેપઃ એવરી વન ડિઝર્વ એક્સેસ ટુ કેન્સર કેર’ રાખવામાં આવી છે. 2023માં ગુજરાતમાં સર્વાઇકલ કેન્સરના 17 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે દેશમાં 3.42 લાખ સર્વાઇકલ કેન્સરના કેસ નોંધાયા છે. સર્વિક્સ(ગર્ભાશયનો ઉપરનો ભાગ)માં કોષો અનિયંત્રિતપણે વધવા લાગે અને ગાંઠ બંધાઈ જાય (ટ્યૂમર) ત્યારે સર્વાઈકલ કેન્સર થાય છે. દેશમાં 2022માં કેન્સરના 14.61 લાખથી વધુ કેસ નોંધાયા હતા.જેમાંથી 8 લાખ દર્દીના મોત નીપજ્યાં હતાં.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?