ઉડયન મંત્રી શ્રી સિંધિયા જી ની રૂબરૂ મુલાકાત લઈ કચ્છ ના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ કચ્છ માં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કચ્છ ની વિમાની સેવા – કચ્છ સાથે ભારત ના અન્ય પ્રાંતો સાથે વિમાની સેવાથી જોડવા માટે રજૂઆત કરી હતe.
સાંસદશ્રી વિનોદ ચાવડા એ જણાવ્યુ હતું કે કચ્છ ના ભુજ એરપોર્ટ ને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા અને કચ્છ માં સુરત – રાજકોટ ની જેમ અધતન સેવા સુવિધા સભર નવો ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા રજૂઆત કરી હતી.ગુજરાતમાં સૌથી વધુ ક્ષેત્રફળ ધરાવતા કચ્છ વિકાસશીલ જીલ્લો છે. બે મહા બંદર અને અનગણિત ઇન્ડસ્ટ્રીઝ, વિપુલ પ્રમાણ માં ખનીજ ધરાવતો કચ્છ જીલ્લો છે. લાખો કચ્છીઓ દેશ – વિદેશ માં ધંધા – રોજગાર સાથે જોડાયેલ છે. દેશ – વિદેશ સાથે સતત આવનજાવન રહે છે. ઉડાન યોજના અંતર્ગત મુન્દ્રા નો સમાવેશ થયેલ છેતે વહેલી તકે શરૂ કરવા રજૂઆત કરી હતી. પહેલા ગુજરાત માં માત્ર અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું, હવે સુરત – રાજકોટ એરપોર્ટ ને પણ આંતરરાષ્ટ્રીય વિમાની સેવાનો લાભ મળેલ છે. તેવો જ લાભ કચ્છની જનતા ને પણ મળે
ભુજ અને કંડલા વિમાની સેવા અંતર્ગત મુંબઈ અને દિલ્હી નિયમિત સેવા શરૂ કરવા તેમજ દેશના અન્ય પ્રાંતોને જોડતી વિમાની સેવા શરૂ કરવાની ભારપૂર્વક રજૂઆત સાંસદશ્રી વિનોદ ચાવડા એનાગર વિમાન મંત્રી શ્રી જ્યોતિરાદિત્ય સિંધિયા જી પાસે કરી હતી. માન. ઉડ્ડયનમંત્રી એ સાંસદશ્રી ની રજૂઆત સંદર્ભે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …