ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાનાં ભાગરૂપે મહિલાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.કોરોનાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. કોરોનાં પોઝિટિવ આવેલ બંને મહિલે સેક્ટર-6 નાં રહેવાસી છે. સેમ્પલ લઈ જીનોમ સિકવન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે. ધીરે ધીરે સમગ્ર દેશમાં કોરોનાંનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કર્ણાટક સરકારે કોવિડ-19 કેસને લઈ એડવાઈઝરી જાહેર કરી દેવાઈ છે. જે બાદ આજે ગાંધીનગર ખાતે કોરોનાંનાં બે પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ફરી ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. ગાંધીનગરમાં પોઝિટીવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારત તેમજ કર્ણાટક ખાતે ફરી પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારે બંને વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી શરદી, ખાંસી અને તાવ આવતો હતો. જે બાદ આરોગ્યની ટીમ દ્વારા બંને વ્યક્તિનો કોરોનાં રિપોર્ટ કર્યો હતો. જે બાદ બંને મહિલાનો કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા બંને મહિલાઓને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર ચાલી રહી છે.
