કચ્છમાં કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે ત્યારે વિદ્યાર્થીઓને રાહત મળે એ માટે આજથી સવાર પાળીની શાળાનો સમય અડધો કલાક મોડો કરાયો છે.જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું કે,ઠંડીના વધતા પ્રમાણને ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં શાળાના શૈક્ષણિક કાર્યને ખલેલ ન પહોંચે એ માટે કચ્છ જિલ્લાની તમામ પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે.આજે તા.12 ડિસેમ્બરથી અન્ય સુચના ન મળે ત્યાં સુધી સવારની પાળી તથા શનિવાર માટે શાળાનો સમય સવારે અડધો કલાક મોડો કરાયો છે.બપોર પાળી તથા શિક્ષકોનો સમય રાબેતા મુજબનો રહેશે.
