ભુજ હાટ ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલે આત્મા દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ અમૃત આહાર મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. અમૃત આહાર મહોત્સવ અંતર્ગત 15થી વધારે સ્ટોલ ભુજ હાટ ખાતે ઊભા કરવામાં આવ્યા છે. કચ્છ
જિલ્લાના પ્રાકૃતિક રીતે ખેતી કરતા ખેડૂતો પાસેથી નાગરિકો સીધી જ ખરીદી કરી શકે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. શાકભાજી, ફળફળાદી, મરી મસાલાઓ, કઠોળ પાકો અન્ય પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો અમૃત આહાર
મહોત્સવમાં ઉપલબ્ધ છે.નાગરિકો સ્વસ્થ રહે તે માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક ખેતીને અભિયાનરૂપે લઈને કામગીરી કરી રહી છે ત્યારે નાગરિકોને સહકાર આપવા ધારાસભ્યએ અનુરોધ કર્યો હતો. આત્માની કચેરી દ્વારા રાજ્યમાં
પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને તેમની આવકમાં વધારો થાય તેમજ ખર્ચમાં ઘટાડો થાય તે દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશો માટે વેચાણ વ્યવસ્થા ઊભી થાય
અને ઝેરમુક્ત ખેત પેદાશોની લોકો સીધી જ ખરીદી કરી શકે તે ઉમદા આશયથી અમૃત આહાર મહોત્સવનું આયોજન કરાયું છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના ઉપયોગ વિના ઉગાડેલા શાકભાજી, ફળપાકો, કઠોળ
પાકોની ખરીદી માટે ભુજ હાટની મુલાકાત લેવા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર પી.કે.તલાટી દ્વારા જણાવાયું હતું.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …