Breaking News

“એક તારીખ, એક કલાક” મહાશ્રમ દાન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

“સ્વચ્છતા હી સેવા” માસની ઉજવણી અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ, એક કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ કચ્છના દશ તાલુકામાં “સ્વચ્છતા હી સેવા”ના વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.

 

કચ્છ જિલ્લાના તમામ ગામડાઓમાં ગાર્બેજ ફ્રી ઇન્ડીયાની થીમ સાથે ગામ કચરા મુક્ત બને તે માટે ૧ ઓક્ટોબરે સવારે ૧૦.૦૦ કલાકે મહા શ્રમદાન કાર્યક્રમ કરવામાં આવશે.

“એક તારીખ, એક કલાક”ના મહાશ્રમ દાનના કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાનેથી પદાધીકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખરા અર્થમાં ગામડાઓ કચરા મુક્ત બને તેવું આયોજન કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમ છાંગા, ભુજ નગરપાલિકા પ્રમુખ સર્વશ્રી રશ્મીબેન સોલંકી, માંડવી તાલુકા પંચાયત પ્રમુખશ્રી કેવલ ગઢવી, વૈભવ કોડરાણી, અર્ચનાબેન જોષી, હરેશ વિઝોંડા, તેજસ શેઠ, અધિક નિવાસી કલેક્ટરશ્રી મિતેશ પંડયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી રાજેન્દ્ર ઓઝા, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના જિલ્લા સંયોજકશ્રી મહેશ ચાવડા તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

About JAYENDRA UPADHYAY

Check Also

ભુજની ચાણક્ય સ્કુલનું આ વર્ષે પણ દળદાર 100 ટકા પરીણામ

છેલ્લા કેટલાય વર્ષોથી બોર્ડના પરીણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરતી ભુજની ચાણક્ય સ્કુલે આ વર્ષે પણ દળદાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »