મુંદરા તાલુકાના વાંકી ગામે ‘સંતૃપ્તિ પહેલ’ અન્વયે રાત્રીસભા યોજાઈ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાએ પ્રશ્નોને સાંભળ્યા

કચ્છ જિલ્લાના મુંદરા તાલુકાના વાંકી ગામે તાજેતરમાં જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ તથા વિવિધ પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમ અગાઉના છેલ્લા ૧૦(દસ) દિવસ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્‍ટના અધિકારીશ્રીઓ દ્વારા તેઓના વિભાગ હેઠળ આવતી સરકારશ્રીની વિવિધ વ્યક્તિગત યોજનાઓનો લાભ આપવાનો બાકી હોય તેવા લાભાર્થીઓના ફોર્મ/અરજીઓ મેળવી તેઓને લાભો/સહાય આપવાની કામગીરી કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોની કચેરીઓ દ્વારા ગામમાં જે પણ કાંઈ મિલ્કત આવેલી હોય જેવી કે ગામ તળાવ, ચેકડેમ, કેનાલ, સ્ટ્રીટ લાઈટ, અન્ય બાંધકામો વગેરેની સાફ સફાઈ તથા જરૂરી મેન્‍ટેનન્‍સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન સંબંધિત લાઈન ડીપાર્ટમેન્‍ટના અધિકારીશ્રી દ્વારા સરકારી કચેરીની ઓડીટ અંતર્ગત તપાસણી, સંબંધિત કામોની ગુણવત્તાની ચકાસણી જેવા કામો હાથ ધરવામાં આવ્યા હતા. સંતૃપ્તિ પહેલ અન્વયે રાત્રી સભાના આયોજન પૂર્વે જ ગામજનોના પ્રશ્નોનું નિવારણ આવે તે દિશામાં કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી.


રાત્રીસભા કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોએ ગામના આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરની હાજરી, નર્મદા પાણી સિંચાઈ માટે મળવા, ઓવરલોડ, રખડતા ઢોર તથા સાંથણીની જમીન બાબતેના પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવાના ઉમદા હેતુથી કલેક્ટરશ્રી દ્વારા સ્થળ ઉપર હાજર રહેલા અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. પ્રશ્નના નિરાકરણ લાવવાનો યથાર્થ પ્રયત્ન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સફળતાપૂર્વક ગ્રામજનોની વચ્ચે રહી છેવાડાના માનવીને સરકારશ્રીની યોજનાઓનો ઘરે બેઠા લાભ પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુને ફળીભૂત કરવા અર્થે જિલ્લા કલેક્ટરશ્રીની પ્રેરણાથી કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત રાત્રી સભાના કાર્યક્રમ પૂર્વે જ સરકારશ્રીની મહત્વની યોજનાઓ અંતર્ગત મામલતદાર કચેરી સમાજ સુરક્ષા અંતર્ગતની યોજનામાં કુલ ૦૯, પુરવઠા વિભાગની યોજનાઓ જેવી કે માં અન્નપૂર્ણા સહિતની વિવિધ યોજના અંતર્ગત કુલ ૧૭ તેમજ પોષણ અભિયાન અંતર્ગત કુલ ૦૪ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. આરોગ્યને લગતી યોજનાઓઓ જેવી કે PM JAY કાર્ડનાં કુલ ૭૩ તથા આભાકાર્ડ અંતર્ગત ૬૪૯ સહિત વિવિધ યોજના અંતર્ગત કુલ ૭૫૨ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.
ખેતીવાડીને લગતી યોજનાઓ જેવી કે પંપસેટ, ટ્રેક્ટર જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૨૧ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. એસ.ટી.વિભાગ તરફથી વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૨૪ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. જિલ્લા સમાજ કલ્યાણ(વિકસતી જાતિ) માટેની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૨૨૯ લાભાર્થીઓને,પ્રાથમિક શિક્ષણ વિભાગની યોજનાઓ જેવી કે, શિષ્યવૃતિ,વિદ્યાલક્ષી અંતર્ગત લીડ ડિસ્ટ્રીક્ટ મેનેજરશ્રીની યોજનાઓ અંતર્ગત કુલ ૧૮૦ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. ICDS ની વિવિધ યોજનાઓ અંતર્ગત કુલ ૧૬૨ લાભાર્થીઓને તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતગર્તની યોજનાઓનો કુલ ૬૬ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ “સંતૃપ્તી અભિયાન” અંતર્ગત ગ્રામજનોને તેમના દ્વાર સુધી પહોંચી સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગામની મુલાકાત લઈ WHOLISTIC APPROACH સાથે ૪(ચાર) મુખ્ય સ્તંભમાં કામગીરી કરવામાં આવે છે. જેમાં વ્યક્તિગત લાભો, જાહેર મિલકતની જાળવણી, સામાજિક ઓડિટ અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણનો સમાવેશ થાય છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?