છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં 2 લાખ 75 હજારથી વધારે બાળકો ગુમ થયા છે. ગુમ થયેલા બાળકોમાં 2 લાખ 12 હજાર છોકરીઓ છે. આ જાણકારી કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગત અઠવાડીયે લોકસભામાં આપી હતી.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં જે આંકડા રજૂ કર્યા છે, તે અનુસાર વર્ષ 2018થી જૂન 2023 સુધી કુલ 2,75,125 બાળકો ગુમ થયા છે. તેમાંથી 2,12,825 છોકરીઓ છે. લોકસભામાં આપેલી જાણકારી અનુસાર, 2 લાખ 40 હજાર બાળકો શોધી કાઢ્યા છે. તેમાંથી 1,73,786 છોકરીઓ છે.
સૌથી વધારે બાળકો મધ્ય પ્રદેશમાંથી ગુમ થયા છે. મધ્ય પ્રદેશમાં ગુમ થયેલા બાળકોની સંખ્યા 61 હજારથી વધારે છે. બાળકો ગુમ થવાના કિસ્સામાં બીજા નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ રાજ્યા 49 હજારથી વધારે બાળકો છે. રિપોર્ટ અનુસાર સાત રાજ્યોમાં મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, દિલ્હી અને છત્તીસગઢમાં સૌથી વધારે બાળકો ગુમ થાય છે. આ રાજ્યોમાં ગુમ થનારા કુલ બાળકોની સંખ્યા 2 લાખ, 14 હજાર, 664 છે. એટલે કે કુલ ગુમ બાળકોમાંથી 78 ટકા તો આ સાત રાજ્યોમાં જ છે.