ગુજરાતમાં હવે દસ્તાવેજ નોંધણી માટે તમામ પક્ષકારો માટે આધાર કાર્ડ ફરજિયાત કરવાની હાલ વિચારણા ચાલી રહી છે. સરકારના આ નિર્ણયથી યુઆઈડી નંબરને આધારે જમીન-મકાન મિલકત ધારકની ઓળખ થતા ફ્રોડ અટકશે.
હાલ રજિસ્ટ્રારન ઓફિસમાં ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ ઓળખના પુરાવા તરીકે માન્ય છે જ, પરંતુ તેને મિલકતની નોંધણી સાથે લિંક કરાતુ નથી. પરંતુ મિલકતના ફ્રોડ અટકાવવા માટે હવે આધાર કાર્ડને મિલકતની નોંધણી સાથે લિંક કરવુ ફરજિયાત બનાવાશે. આવી સલાહ એક્સપર્ટસની ટીમ દ્વારા આપવામાં આવી છે. જેના પર હાલ ચર્ચા વિચારણા ચાલી રહી છે.
આ સમગ્ર મામલો હાલ વિચારણા હેઠળ છે. આ નિયમમાં ફેરફાર હોવાથી સરકાર તરફથી મંજૂરી મળ્યા બાદ જ જાહેરાત કરાશે.
અગાઉ મહેસૂલ વિભાગ આધાર કાર્ડને લિંક કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતું જમીન માલિકોએ તેનો વિરોધ કરીને રાજકીય દબાણની મદદ લઈને તેના અમલને અટકાવ્યો હતો. કારણ કે,7/12 સાથે યુઆઈડી લિંક થતા જ અનેક જમીન માલિકો સામે ટોચ મર્યાદાનું ભય સ્થાન હતુ.