મોડાસા શહેરના ડીપ વિસ્તારમાં આવેલી ગોવર્ધન સોસાયટીમાં રહેતા અને એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા પર્વ કેતુલ સોની ગઈકાલે ક્રિકેટ રમવા માટે ગયો હતો. તે દરમિયાન એકાએક છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને ક્રિકેટના મેદાનમાં જ નીચે બેસી ગયો હતો. જેથી સારવાર અર્થે લઈ જતા પહેલાં જ પર્વ સોનીનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. મા-બાપના નવ યુવાન અને આશાસ્પદ યુવકનું આ રીતે મોત થતાં સમગ્ર મોડાસા શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
