સરકારશ્રીના મહેસૂલ વિભાગના હુકમ મુજબ લખપત તાલુકામાં બિપરજોય વાવાઝોડાથી માલઢોર માટે રાખેલો ઘાસચારો અને ખોળ બગડી જતાં માલ ઢોરને ઘાસની જરૂરીયાત ઊભી થઈ છે. સરકારશ્રીના નિયમોનુસાર એક પશુધારકને વધુમાં વધુ દૈનિક ૪ (ચાર) કિ.ગ્રા પ્રતિ પશુ ઘાસ કુટુંબ દીઠ મહત્તમ ૫ (પાંચ) પશુની મર્યાદામાં વિનામૂલ્યે વિતરણ કરવાનું અને આ ઘાસ એક સામટું સાત દિવસ માટે જથ્થો વિતરણ કરવાનું નક્કી કરાયું છે.
ઉપરોક્ત જોગવાઈ મુજબ વિનામૂલ્યે ઘાસ મેળવવા ઈચ્છતા માલધારી પશુપાલકશ્રીએ સબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રી અથવા મામલતદાર કચેરીએથી અરજીફોર્મ મેળવવાનું રહેશે. ઉપરાંત, સબંધિત ગામના તલાટી સહ મંત્રી પાસે ફોર્મમાં જરૂરી વિગતો ભરાવી લઈને તલાટી સહ મંત્રીશ્રીના સહી સિક્કા કરાવી ઘાસકાર્ડ મેળવવા માટે અરજી કરવાની રહેશે. મામલતદાર કચેરીમાં અરજી ફોર્મ સાથે રાશનકાર્ડની નકલ તથા આધારકાર્ડની નકલ રજૂ કરવાની રહેશે. લખપત તાલુકામાં વિનામૂલ્યે ઘાસ વિતરણ જંગલખાતા હસ્તકના દયાપર, માતાના મઢ, કૈયારી, બરંદા તથા પ્રાણપરમાં આવેલા ગોડાઉન ખાતેથી વિતરણ કરવામાં આવશે તેમ મામલતદારશ્રી લખપતની અખબારીયાદીમાં જણાવાયું છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …