અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે

અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં ટ્રેનની ટિકિટોનું ઓનલાઈન વેચાણ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝીસે શુક્રવારે (16 જૂન) સ્ટોક એક્સચેન્જને માહિતી આપી હતી કે તે સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ (SEPL)માં 100% હિસ્સો હસ્તગત કરશે.

અદાણી એન્ટરપ્રાઇઝે માહિતી આપી, ‘અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઇવેટ લિમિટેડ (ADL) એ સ્ટાર્ક એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડમાં 100% હિસ્સાના પ્રસ્તાવિત સંપાદનના સંબંધમાં શેર પરચેઝ એગ્રીમેન્ટ (SPA) પર હસ્તાક્ષર કર્યા છે.’ જો કે બંને કંપનીઓ વચ્ચે આ ડીલ કેટલામાં થઈ છે તેની માહિતી હજુ સુધી મળી નથી.

અદાણી ડિજિટલ લેબ્સ પ્રાઈવેટ લિમિટેડ એ અદાણી એન્ટરપ્રાઈઝીસની પેટાકંપની છે.

આ ઓલ-ઇન-વન ટ્રેન ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ દ્વારા ટ્રેન ટિકિટ બુક કરવા ઉપરાંત, તમે PNR સ્ટેટસ, કોચની સ્થિતિ, લાઇવ ટ્રેનની સ્થિતિ અને સીટની ઉપલબ્ધતા જેવી માહિતી પણ મેળવી શકો છો.

 

About chanchal bhuj bhuj

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?