અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ઉત્તર-પશ્ચિમ વિભાગ દ્વારા જાહેરમાં ગંદકી કરતા પાન પાર્લરો તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક પેપર કપનો ઉપયોગ કરતા ઈસમો તેમજ એકમો સામે કાર્યવાહિ હાથ ધરી હતી. જેમાં કુલ 68 એકમોમાં તપાસ હાથ ધરાઈ હતી. જેમાંથી 48 એકમોને નોટીસ જારી કરાઈ છે. જ્યારે 11 યુનિટ સીલ કરાયા છે.
બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુરના સરદાર સેન્ટરના જય ભવાની વડાપાઉં અને કર્ણાવતી દાબેલીને તાળાં મરાયાં હતાં. તંત્રએ બોડકદેવના સરદાર સેન્ટરના પાનવિલા પાન પાર્લર, ભોલે પાન પાર્લર, મોબાઇલ એસેસરીઝ સ્ટુડિયોને પણ સીલ કર્યાં હતાં. બોડકદેવના વી ટોકને પણ તાળું મરાયું હતું તેમજ થલતેજના ક્રિષ્ના ગ્રાફિક્સ, રાગેશ્વરી કપડાંની દુકાન, એલ. જે. ટાયર સર્વિસ, જે. કે. પાન પાર્લર, એમ. કે. પાન પાર્લરને પણ સત્તાવાળાઓએ સીલ કરતાં જાહેરમાં ગંદકી કરતા, ડસ્ટબિન ન રાખતા કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા એકમોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.