સલામ છે વહીવટી તંત્ર તથા આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાને – વાવાઝોડા વચ્ચે કચ્છ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪ પ્રસુતાઓની સલામત પ્રસુતિ કરાવાઈ

વાવાઝોડાની મુશ્કેલ સ્થિતિમાં પ્રસૂતાઓને અસરકારક સારવાર મળી તે માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલુ આગોતરું આયોજન સફળ, સાયક્લોનની સ્થિતિમાં આરોગ્ય કર્મચારીની મહેનતના પરિણામે કચ્છમાં અસરગ્રસ્ત તાલુકામાં ૩૪ બાળકોનો જન્મ થયો

 

ભુજ,
વહીવટીતંત્ર દ્વારા ૫૫૨ પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી, જેમાંથી ૩૮૨ પ્રસુતાઓની ગઈકાલ સુધી સફળતાપૂર્વક ડિલિવરી થઈ ચૂકી છે.
કચ્છમાં “બિપરજોય” વાવાઝોડાની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તથા અસરગ્રસ્ત વિસ્તારની પ્રસુતાઓની સલામતી હેતુ તેમને આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે બી પર જોઈ વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા દરમિયાન ભારે પવન તેમજ વરસાદની કપરી સ્થિતિ છતાં પણ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩૪ પ્રસુતાઓની સફળ ડિલિવરી કરાવાઈ છે.
જિલ્લા કલેકટરશ્રીના આદેશ મુજબ જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું હતું. અને તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી હતી. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે. ઉપરાંત નજીકની ઈ.ડી.ડી. (સંભવિત સુવાવડવાળી) સગર્ભા માતાઓ તથા અન્ય સગર્ભા માતાઓને જેમને પ્રસુતિની વાર તેઓને સલામતી માટે પી.એચ.સી, સી.એચ.સી. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને કપરી પરિસ્થિતિમાં પણ કામગીરી થકી ૩૪ પ્રસુતાઓની સફળતાપૂર્વક ડિલિવરી થઈ છે.
અંજાર તાલુકામાં ૬, અબડાસા તાલુકામાં ૩, મુન્દ્રામાં ૨, માંડવી તાલુકામાં ૫, ગાંધીધામ તાલુકામાં ૨, ભચાઉ તાલુકામાં ૯, લખપત તાલુકામાં ૭ બાળકોનો જન્મ થયો છે.
ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા પ્રસુતાઓની સુરક્ષા અને સલામતી હેતુ તારીખ ૧૧ થી ૫૫૨ સગર્ભા સ્ત્રીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ગઈકાલ સુધી ૩૮૨ સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ થઈ ચૂકી છે જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૩૪ બાળકોનો જન્મ સાયકલોનની ગંભીર પરિસ્થિતિ વચ્ચે થયો છે.
આ સફળ કામગીરીનો શ્રેય વહીવટી તંત્રના જાંબાઝ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને જાય છે. જેમણે સાયકલોનના લેન્ડફોલની ગંભીર પરિસ્થિતિ તેમજ ભારે પવન અને વાવાઝોડા વચ્ચે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીને સંવેદનશીલતા સાથે સગર્ભા મહિલાઓની સારવાર અને તેમની સફળ ડિલિવરીમાં કામગીરી કરી છે.

About vishal upadhyay

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?