બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છમાં NDRF અને SDRFની ટીમો તૈનાત

બિપરજોય વાવાઝોડાની શકયતા અને અસરને અનુલક્ષીને બે એનડીઆરએફ તથા બે એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લામાં કોઇપણ સ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે.
વર્તમાન સ્થિતિને જોતા ગાંધીધામ ખાતે ૧૯ કર્મચારીનું બળ ધરાવતી તથા માંડવીમાં ૧૩ કર્મચારી બળ ધરાવતી એનડીઆરએફની ટીમ સજ્જ થઇ ગઇ છે. જયારે અબડાસામાં ૧૯ કર્મચારીનું સ્ટ્રેન્થ તથા ભુજમાં ૨૧ કર્મચારીના બળ સાથેની એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલી છે.આ સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ દરિયા નજીકના રહેણાંક પરથી સ્થળાંતરની કામગીરી કરી રહયું છે. માછીમારો અને સ્થાનિક લોકોની સુરક્ષાને ધ્યાને લેતાં કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઇ રહ્યું છે. એસડીઆરએફના સબ ઇન્સ્પેકટરશ્રી ડી.કે.પટેલના જણાવ્યા મુજબ દરેક મોરચે કામગીરી કરવા ટીમ તૈનાત છે. બોટ લાઇફ જેકેટ, ઓવીએમ વગેરે જેવા સાધનો છે. કોમ્યુનિકેશન ઠપ્પ થઇ જાય તો સંચાર વ્યવસ્થા જાળવવા માટેની QDA સિસ્ટમ પણ છે. આ સાથે કોઇપણ વ્યકિત ફસાય તો રાહત અને બચાવકાર્ય માટે પૂરતા સંસાધનો છે.માંડવી અને જખૌ સહિતના કાંઠાળ વિસ્તારમાં પોલીસ દ્વારા સતત લોકોને જોખમી સ્થાન છોડી દેવા સમજૂતી આપીને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. કાંઠા વિસ્તારના ગામોના લોકોને જરૂરીયાત મુજબ તંત્ર દ્વારા ઉભા કરાયેલા શેલ્ટર સેન્ટર ખાતે લઇ જવાની કામગીરી ચાલી રહી છે. આ સાથે પાણીના ટેન્કર, કપરી સ્થિતિમાં ખાણી-પીણીનો પૂરવઠો ન ખોરવાય તે પ્રકારની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા આંતરીક સંકલન સાધીને કરવામાં આવી રહી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?