એનસીપી ચીફ શરદ પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પુણેમાંથી એક આઈટી એન્જિનિયરની ધરપકડ કરી છે. આરોપી બર્વે આઈટી એન્જિનિયર છે. આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ કોર્ટે આરોપીને 14 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. બર્વેએ કથિત રીતે NCPના વડા શરદ પવાર વિરુદ્ધ ફેસબુક પર ધમકી પોસ્ટ કરી હતી.
NCPના કાર્યકરો દ્વારા લોકમાન્ય તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફેસબુકની ધમકી અંગે એક અલગ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને જાણવા મળ્યું કે જે આઈપી એડ્રેસ પરથી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી તે બર્વેનું હતું.