અરબી સમુદ્રમાં બનેલું બિપોરજોય વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ બે દિવસ સુધી આ દિશામાં જ આગળ વધતું રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાત્રે 11.30 વાગ્યે નોંધવામાં આવેલી વિગતો પ્રમાણે વાવાઝોડું ગોવાથી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 840 કિલોમીટરના અંતરે હતું. મુંબઈથી વાવાઝોડું બિપોરજોય પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં 870 કિલોમીટર દૂર રહેલું હતું. આગામી 38 કલાક દરમિયાન અતિ તીવ્ર વાવાઝોડું ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતું રહેશે.
ગુરુવારની મોડીરાત પછી 2.10 વાગ્યે 9મી જૂને ઈસ્યૂ કરવામાં આવેલા હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે બિપોરજોય વાવાઝોડું રાત્રે 11.30 વાગ્યે નોંધ્યા પ્રમાણે પોરબંદરથી 870 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં હતું. આગામી 36 કલાક વાવાઝોડું તીવ્ર રહેશે અને તે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધતું રહેશે. બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાની દૂરથી પસાર થવાની શક્યતાઓ છે પરંતુ તેની અસર વર્તાઈ શકે છે.