ભુજ:
સેડાતા નજીક ચકચારી હનિટ્રેપ પ્રકરણનો પર્દાફાશ થયા બાદ પોલીસ દ્વારા નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે ત્યારે આજે એલસીબી પોલીસે આ ગુનામાં અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ કરેલ છે.આ ગુનાના આરોપીઓ દ્વારા ભેગા મળીને એકસંપ કરીને ગુનાહીત કાવતરુ રચીને દિલિપભાઇ ભગુભાઇ ગાગલ રે.ઢોરી વાળા પાસેથી ચાર કરોડ જેટલી માતબર રકમ બળજબરી થી કઢાવી લેવાના ઇરાદા સાથે ભુજના હાઇલેન્ડ રીસોર્ટમાં જઇ હનીટ્રેપમાં ફસાવી દુષ્કર્મ ની ફરીયાદનો ભય બતાવીને સહ આરોપીઓના કહ્યા મુજબ રુપીયાની માંગણી કરતા દિલિપભાઇને મરવા માટે દુષ્પ્રેરણ કરેલ જે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબી પોલીસે તપાસ હાથ ધરતા આ ગુનાના આરોપી પૈકી ભુજમાં લખુરાઇ ચાર રસ્તા પાસે રહેતા અજીજ સાલેમામદ સમા ઉ.વ.30 અને મહીલા આરોપી દિવ્યા ચૌહાણ ઉ.વ.22 રે.અમદાવાદની ધરપકડ કરવામાં આવેલ છે.જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …