પાકિસ્તાનની ટીમ 2023 વર્લ્ડ કપમાં ભારતના પ્રવાસે નહીં જાય. પીસીબી ચીફના જણાવ્યા અનુસાર, ‘પાકિસ્તાન ટીમ પોતાની વર્લ્ડ કપ મેચો ન્યુટ્રલ ગ્રાઉન્ડ પર રમવા માંગે છે.’ તેમણે કહ્યું હતું કે ‘જેમ ભારતે એશિયા કપમાં પાકિસ્તાન ન આવવાનો અને ન્યૂટ્રલ મેદાન પર મેચ રમવાનો નિર્ણય લીધો છે, તેવી જ રીતે પાકિસ્તાનની ટીમ પણ તેની વર્લ્ડ કપની મેચો ભારતમાં નહીં પરંતુ તટસ્થ મેદાન પર રમશે. આ મામલે પૂર્વ ક્રિકેટર અતુલ વાસને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમનું કહેવું છે કે જો પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાં ભારતમાં નહીં રમે તો તેના પર પ્રતિબંધ લાગી શકે છે.
પાકિસ્તાન વર્લ્ડ કપનો બહિષ્કાર કરે છે તો તેના પર કાયમ માટે પ્રતિબંધ લગાવી શકાય છે’. તેમના મતે, ‘જો ભારતીય ટીમ પાકિસ્તાન એશિયા કપ રમવા નથી જઈ રહી તો તેના અન્ય કારણો છે. જો તે વર્લ્ડ કપમાં નહીં રમે તો તેને નુકસાન સહન કરવું પડશે. પાકિસ્તાનનું નુકસાન ઘણું મોટું છે.